પાછળ જુઓ

તીર્થ ગ્રામ યોજના

  •  
    • યોજના હેઠળ ગામની પસંદગી માટેનાં ધોરણો

    • • ગ્રામપંચાયતની ચૂંટણીઓમાં સર્વસંમતિથી બિનહરીફ જાહેર થયેલ ગ્રામપંચાયતને સમરસ ગામ જાહેર કરવામાં આવે છે. આવા જાહેર થયેલ સમરસ ગામને આ યોજનામાં અગ્રતાક્રમ આપવામાં આવે છે.

      • છેલ્લા પાંચ વર્ષમાં ગુનો બનેલ ન હોય તેવાં ગામોની પસંદગી કરવામાં આવે છે.

      • માદક કે કેફી દ્રવ્યનું ઉત્પાદન, વેચાણ કે સેવન થતું ન હોવું જોઇએ.

      • સ્વચ્છતાનું યોગ્ય ધોરણ હોવું આવશ્યક છે.

      • કન્યા કેળવણીનો ઉંચો દર અને ડ્રોપ આઉટનો નીચો દર આવશ્યક છે.

      • સામાજીક સદભાવનામાં વિકાસ તેમજ સામાજીક વિવાદોનો અભાવ હોવો જોઇએ.

      • ચર્ચા અને સંવાદથી વિવાદોનો નિકાલ થવો જોઇએ.

      • ગામના ધાર્મિક સ્થાનો અંગે ગામમાં કોઇ વિવાદ ચાલતો ન હોવો જોઇએ.

      • ગામમાં દલિત અને આદિવાસી વિસ્તારમાં, ગામના અન્ય વિસ્તારમાં મળતી પ્રાથમિક સુવિધાઓ જેવી જ સુવિધાઓ ઉપલબ્ધ થયેલી હોવી જોઇએ.

      • ગામમાં મધ્યાહન ભોજન હેઠળ ગ્રામજનો દ્વારા તિથિઓ નોંધાવવામાં ભાગીદારી હોવી જોઇએ.